નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય ગીત અને ડાન્સ રજુ કરીને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપી હતી. શાળા પરિવાર દ્વારા વિદાય લઈ રહેલ દરેક વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના ધોરણ 8 ના બાળકોએ શાળા સમયના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. વિદાયમાન થઈ રહેલા વિદ્યાર્થીઓ તરફથી શાળાને સુંદર મજાની બે ભેટ અર્પણ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓમાં નિયમિતતાનો ગુણ વિકસે એ હેતુસર નવી પહેલ કરતા આખા વર્ષ દરમિયાન પોતાના વર્ગમાં સૌથી વધુ દિવસ હાજર રહેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની નિયમિતતામાં વાલીઓનો પણ પૂરો સહકાર હોય છે. તેથી વિદ્યાર્થી સાથે એમના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે શાળા પરિવાર તરફથી બધા વિદ્યાર્થીઓનેને પૂરી, શાક અને શીખંડનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું.

- text

- text