- text
કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બાંધકામ માટે એક ટ્રેકટર સિમેન્ટના બ્લોક આપી જન્મદિવસ ઉજવ્યો
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામના અગ્રણીના પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તેમણે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બાંધકામ માટે એક ટ્રેક્ટર સિમેન્ટના બ્લોક આપી જન્મદિવસ ઉજવ્યો હતો.
- text
માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે રહેતા રવિ રમેશભાઈ કવાડીયાની લાડકી દિકરી પ્રિયાબહેનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રવિભાઈ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના આપવાના આનંદ કાર્યક્રમમાંથી પ્રેરણાથી લઈ કોઈ પણ જાતના ફાલતુ ખર્ચ કર્યા વગર તેમણે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બાંધકામ માટે એક ટ્રેકટર સીમેન્ટના બ્લોક દાનમાં આપીને પુત્રીના જન્મદિવસની ઉજવણી કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.
- text