મોરબીમાં ઓનલાઈન તેમજ ચિઠ્ઠીમા ક્રિકેટનો સટ્ટો રમતા ચાર પકડાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડ્યા

મોરબી : આઇપીએલની મોસમમાં મોરબીમાં ઓનલાઈન અને ઓફલાઇન ક્રિકેટનો સટ્ટો મોટા પ્રમાણમાં રમાઈ રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં ચાર આરોપીઓને ઓનલાઈન તેમજ ચિઠ્ઠીમા સટ્ટાના સોદા કરતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

ક્રિકેટ સટ્ટાના પ્રથમ દરોડામાં પોલીસે રવાપર રોડ ઉપર સ્પાઈકર શોરૂમ સામે સંતોષ વડાપાઉં વાળી શેરીમાંથી આરોપી જૈમીન પ્રશાંતભાઈ આડેસરા અને આરોપી નવીન માખીજાને ક્રિકબુર્જ એપ્લિકેશન મારફતે આઇપીએલ ક્રિકેટ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હીની ટીમ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઈ 50 હજારનો આઈફોન મોબાઈલ તેમજ 4500 રોકડા મળી કુલ 54,500નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી પોલીસે રવાપર રોડ ઉપર આવેલ ક્રીમ પેલેસ હોટલ નજીકથી આરોપી રાહુલ સુરેશભાઈ ચૌહાણ અને આરોપી ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા નામના શખ્સને મોબાઈલમાં દિલ્હી અને મુંબઈની ટીમ વચ્ચેના મેચને ઓનલાઈન નિહાળી ચિઠ્ઠીમા સોદા કરી જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6200 તેમજ 50 હજારના મોબાઈલ સહિત 56,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text