મોરબીના ૧૧ રસ્તાઓ વન વે જાહેર કરાયા : ભારે વાહનો પ્રવેશબંધી અને એકી બેકી પાર્કિંગ પણ જાહેર

- text


ટ્રાફિક સમસ્યા નિવારવા જિલ્લા પોલીસવડાની દરખાસ્તને પગલે જાહેરનામું અમલી

મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેકટર દ્વારા જુદા – જુદા ૧૧ માર્ગોને વન- વે જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને પગલે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ નીચે મુજબના રસ્તા વનવે જાહેર કર્યા છે.

૧. રવાપર રોડ જૂની એચ.ડી.એફ.સી. બેંક ચોકથી ગાંધી ચોક થી શાકમાર્કેટ ચોકથી નગર દરવાજા ચોક થી સીપીઆઇ ચોકથી શક્તિ ચોક જવા માટેનો રૂટ વન-વે

૨. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબના બંગલાથી મંગલભુવન ગરબી ચોક થઇ સી.પી.આઇ. કચેરી સુધી જવા માટેનો રૂટ વન વે

૩. નવયુગ ગારમેન્ટથી શિવાની સિઝન સેન્ટર થી પૂનમા કેસેટથી ગાંધીચોક સુધી જવા માટેનો રૂટ વન વે

૪. વિજય સિનેમા પાસે આવેલ ભવાની બેકરીથી ગાંધીચોક સુધી જવા માટેનો વન વે

૫. સી.પી.આઇ. કચેરી ચોકથી નવયુગ ગારમેન્ટ સુધી જવા માટેનો રૂટ વન-વે

૬. સુપર ટોકિઝથી ભારત સર્વિસ સ્ટેશન (આસ્વાદ પાન) સુધી જવા માટેનો રૂટ વન વે

૭. સ્ટેશન રોડ જડેશ્વર મંદિર પાસે થઇ માધાપર તરફ થઇ આસ્વાદ પાન સુધી જવા માટેનો રૂટ વન વે

૮. પૂનમ કેસેટની દુકાન (તખ્તસિંહજી રોડ) થી નગર દરવાજા સુધી જવા માટેનો રૂટ વન વે,

૯. પરાબજાર રોડ ઉપર આવેલ પનારા પાનની દુકાનથી નવાડેલા રોડ જુના એસ.ટી.રટેન્ડ પાસે આવેલ મચ્છી પીઠના ખૂણા સુધીનો રૂટ વન વે,

૧૦. ગાંધીચોકથી રામચોક સુધી જવા માટેનો રૂટ વન-વે

૧૧. રામચોકથી જૂની એચ.ડી.એફ.સી. ચોક પાર્કર શો રૂમના ખૂણા સુધી જવા માટેનો રૂટ વન-વે

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એકી – બેકી પાર્કિંગ જાહેર

મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને હાલનો ઔદ્યોગિક વિકાસ વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જૂના પુરાણા સાંકડા રોડ રસ્તા ધ્યાને લઇ મોરબી શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તાર પૈકી નીચે મુજબના વિસ્તારોમાં અવ્યવસ્થિત કરવામાં આવતાં ટુ વ્હીલર વાહનોના પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમનો તથા જાહેર હિતાર્થે મુખ્ય રોડ ઉપર એકી-બેકી વાહન પાર્કિંગનુ કાયમી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોલીસ અધિક્ષક મોરબી તરફથી કરવામાં આવેલી દરખાસ્તને પગલે જિલ્લા કલેકટર દ્વારા એ ડિવિઝન પોલીસ મથક હેઠળના ૮ માર્ગો માટે કાયમી પાર્કિંગ માટે નવા નિયમો જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.

આ હુકમ અન્વયે
૧. જૂના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેઇટ ચોક સુધીના રોડ ઉપર (સરદાર રોડ) રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનુ પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનુ ટુ-વ્હીલરનુ પાર્કિંગ મહિનાની બેકી તારીખો

૨. શક્તિ ચોક, ખાટકીવાસ ચોકથી ત્રિકોણબાગ, નહેરૂ ગેઇટ ચોક, ગાંધીચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનુ ટુ વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનુ ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો

૩. ગાંધીચોક થી શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ સુધીના રોડ ઉપર સુધી રોડની ડાબી બાજુનુ ટુ-વ્હીલરનુ પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનુ ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો

૪. ગાંધીચોક થી રવાપર રોડ પર આવેલ મામા ફટાકડાની દુકાનથી આગળ વોકળા પુલ સુધી રોડની ડાબી બાજુનુ ટુવ્હીલરનુ પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનુ ટુ-વ્હીલરનુ પાર્કિંગ મહિનાની બેઠી તારીખો

૫. નવા ડેલા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર ઘી ગાંધી ચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુ ટુ વ્હીલરનુ પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનુ ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો

૬.પનારા પાન થી શરૂ થતો નવાડેલા રોડ, અયોધ્યાપુરી મેઇન રોડ સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનુ ટુ વ્ડ્ડીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો

- text

૭. સીપીઆઇ. કચેરીથી સુપર ટોકિઝ સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ વ્હીલરનુ પાર્કિંગ મહિનાની બેકી તારીખો

૮. નહેરૂ ગેઇટ થી ગ્રીન ચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ- વ્હીલરનુ પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનુ પાર્કિંગ મહિનાની બેફી તારીખો

આમ, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર. જે. માકડિયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ ઉપરોક્ત રોડ ઉપર ટુ વ્હીલર વાહનોનું પાર્કિંગ, મહિનાની એકી તારીખો દરમિયાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખો દરમિયાન રોડની જમણી બાજુએ કરવાઆ જાહેરનામાથી કાયમી આદેશ કરવામાં આવ્યો છે.

મોરબીના જુદા – જુદા ૧૧ માર્ગો પર સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધી ભારે વાહનોને પ્રવેશબંધી

મોરબીમાં સિરામીક એકમોના કારણે વસ્તી ગીચતામાં વધારો થતા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનોની સંખ્યામાં સતત વધારો થવાની સાથે સિરામીક ઉદ્યોગના વિકાસ અન્વયે સિરામીક એકમોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ હોય, જેના કારણે અવર – જવર કરતાં ભારે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થતો રહે છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાતી જોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી શહેરના ૧૧ માર્ગો પર ભારે વાહનોને સવારે ૭ થી રાત્રીના ૧૦ દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

મોરબી શહેરની મધ્યમાંથી દરરોજ ડેમુ ટ્રેન તેમજ ગુડઝ ટ્રેનોની સતત આવન-જાવન કરે છે જેને કારણે અવારનવાર ફાટક બંધ રહેવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાંકાનેર થી માળિયા બાજુ જતાં નેશનલ હાઈવે-૨૭ પર મોટા પ્રમાણમાં સિરામીક્ના કારખાના તેમજ અન્ય ઉદ્યોગોના ગોડાઉન આવેલ છે, આ કારખાનાઓમાં માલની આયાત-નિકાસ માટે જે ભારે વાહનોનૉ ઉપયોગ કરે છે, તે ભારે વાહનો કચ્છ, નવલખી બંદર તથા રાજકોટ બાજુ માલની હેરફેર માટે વાંકાનેર-કરછ – નવલખી હાઈવેનો ઉપયોગ કરવાને બદલે થોડુ ઓછું અંતર થાય તે માટે ટાઉન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પસાર થાય છે, જેથી વાહન અકસ્માત થવાની અને મનુષ્યની જાનહાનિ થવાની સંભાવના વધી ગયેલ હોવાનું જણાવી, મોરબી શહેરમાં ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો જરૂરી જણાતો હોય મોરબી શહેરમાં પ્રવેશતાં નીચે મુજબના રોડ ઉપર દરરોજ સવારના ૦૭.૦૦ કલાક થી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા બાબતનું કાયમી જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, મોરબી તરફથી દરખાસ્ત કરતા જિલ્લા કલેકટરે નીચેના તમામ મુખ્યમાર્ગો પર વાહનોને સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધી પ્રવેશ બંધી ફરમાવાઈ છે.

૧. શોભેશ્વર રોડ, કુબેર સિનેમા સામે હાઈવે રોડ ઉપરથી શહેરમાં પ્રવેશતા રોડનાં ખૂણેથી પ્રવેશબંઘ

૨.નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ફાટકથી પ્રવેશબંઘ

૩.ગેંડા સર્કલથી પ્રવેશબંઘ

૪. વેજીટેબલ રોડ ઉપર આવેલ સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી પ્રવેશબંધ

પ. નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટક્થી પ્રવેશબંધ

૬.અમરેલી રોડ જે વીસીપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશે છે, તે ફાટકથી પ્રવેશબંઘ

૭. વાવડી રોડ, પર આવેલ હનુમાન મંદિર ( માધાપરનાં ખૂણે) થી પ્રવેશબંઘ .

૮.પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઈલ મિલથી પ્રવેશબંધ

૯.શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. નાકા પછી પ્રવેશબંઘ

૧૦. રવાપર ચાર રસ્તા થી મોરબી શહેર અંદર આવતાં રસ્તે પ્રવેશબંધ

૧૧. જેલ ઉપર આવેલ ઇલેકિટ્રક સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી પ્રવેશબંઘ

- text