હેલ્થ ફોર એવરિવન એવરિવેર ! વિશ્વ આરોગ્ય દિવસે વવાણીયામાં રેલી યોજાઈ

- text


WHO ના સૂત્ર મુજબ માળીયા મીયાણા તાલુકામાં જન જાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમો યોજાયા

માળીયા : હેલ્થ ફોર એવરિવન…એવરિવેર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૮ માટે આપવામાં આવેલા સૂત્ર હેઠળ આજે વિશ્વ આરોગ્ય દિવસે માળીયા તાલુકામાં શાળાના બાળકો અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જુદા – જુદા કાર્યક્રમો યોજાયા હતા.

આજરોજ ૭મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ માળીયા મી. દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વવાણિયા સ્કૂલના બાળકો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તથા આરોગ્ય જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે લોકજાગૃતિ માટે એક વિષય પસંદ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૭ મી એપ્રિલ ૨૦૧૮ ના વિશ્વ આરોગ્ય દીનનું સૂત્ર યુનિવર્સલ હેલ્થ કવરેજ “એવરીવન એવરીવ્હેર” અપાયું છે, તેમજ હેલ્થ ફોર એવરિવન – સૌના માટે આરોગ્ય ” સૂત્ર આપવામાં આવેલ છે.

- text

જે અંતર્ગત આજ રોજ રેલી તથા ગામડાઓમા અને જખરિયા વાંઢ વિસ્તારમા ૬ લઘુ શિબિર કરવામાં આવી હતી જેમાં આરોગ્યની જન જાગૃતિ માટે પત્રિકા વિતરણ અને બધાજ આરોગ્ય નો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી.

આ તકે લોકોને આરોગ્ય વિષેની યોજનાઓનું માર્ગદર્શન આપેલ તથા પ્રજનન, માતૃત્વ, નવજાત શિશુ તેમજ બાલ સ્વાસ્થ્ય, ચેપી રોગો, બિન સંચારી રોગો, વ્યસન નીયત્રંણની જાણકારી અને આરોગ્યના લાભોની જન જાગૃતિ માટે માર્ગદર્શન આપી અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

- text