મોરબી સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં યુવાન પર છરીથી હુમલો

- text


સરકારી હોસ્પિટલમાં મંજુર થયેલી પોલીસ ચોકી તાકીદે શરુ કરવી જરૂરી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગત રાત્રીના એક યુવાન પર લીલાપર રોડના એક શખ્સે જૂની અદાવતનો ખાર રાખી ઝપાઝપી કરી છરીથી હુમલો કર્યો હતો.
આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મસ્જિદવાળી શેરીમાં રહેતા તૌફીક મહેબૂબ બ્લોચગત રાત્રીના સિવિલ હોસ્પટલમાં આવ્યો હતો.તે દરમિયાન સિવિલ કમ્પાઉન્ડમાં કાદર રજાક મેમણ નામના આરોપીએ જુના ઝઘડાનું મનદુઃખ રાખી યતૌફીક સાથે ઝઘડો કરી છરીથી તેના હાથ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સિવિલ ખસેડાયો હતો.બનવું અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના હોસ્પિટલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ખડા થયા છે ત્યારે મોરબી સરકારી હોસ્પિટલમાં મંજુર થયેલી પોલીસ ચોકી તાકીદે શરુ કરવી જરૂરી બની ગઈ છે.

- text

 

- text