મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલતા વૈદિક યજ્ઞમાં આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ

- text


સ્વામિનારાયણ ગુરુકુલના છાત્રો નૃત્ય, રૂપક અને શિવતાંડવ અને શિવાજી મહિમા સહિતની કૃતિઓ રજુ કરશે

મોરબી: મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞમાં આજ રોજ રાત્રે સ્વામિનારાયણ ગુરુકુલ તરફથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુરુકુળના છાત્રો દ્વારા વિવધ સાંસ્કૃતિક કૃતિઓ રાજુ કરવામાં આવશે.

- text

રામોજી ફાર્મ ખાતે વૈદિક યજ્ઞ ચાલી રહ્યો છે. ૨૦ દિવસના આ યજ્ઞમાં ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિક અને સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે. યજ્ઞ દરમિયાન આજે રાત્રે ૯ થી ૧૧ સુધી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુલના છાત્રો સ્વાગત નૃત્ય, વ્યસનમુક્તિનો સંદેશો આપતું રૂપક, શિવ તાંડવ અને શિવાજી મહિમા સહિત અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text