ટંકારાના આ મતદાન મથકને જોવા લાઇનો લાગશે! ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર તૈયાર કરાયું

- text


Tankara: લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે ટંકારા તાલુકાના જબલપુર ગામનું મતદાન મથક આપ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવું છે.

ભારતની આત્મા ગામડાંઓમાં વસે છે ત્યારે પહેલી નજરે ગ્રામીણ સંસ્કૃતિની આભા આલેખી ઉભું કરાયેલ મંડપ નિહાળી કોઈ લગ્ન મંડપ હોવાની અનુભૂતિ થાય. પરંતુ ના આ કોઈ લગ્ન મંડપ નથી પરંતુ જબલપુર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભું કરવામાં આવેલું સવિશેષ મતદાન મથક છે. મતદાનને ગણતરીની કલાકો બાકી છે ત્યારે મતદાન બુથ પર પોલિંગ સ્ટાફ તૈનાત થયો છે મતદારોને આકર્ષવા માટે અવનવી થીમ પર મતદાન બુથનો શણગાર કરવામાં આવતો હોય છે જેથી મતદારો ઉત્સાહ થી મતદાન કરી શકે.

ટંકારા તાલુકાના જબલપુર ગામના 158 નંબરના મતદાન મથકને ગામડાનો શણગાર કરવામાં આવ્યો છે. શહેર ગામ જેવું સોનેરી હોય પણ તેની સુગંધ તો ગામડામાં જ હોય છે. ગામડાની સવાર સોનાની જેમ ઝળકતી હોય છે તો સાંજે નગારાના નાદ સાથે આરતીની ગુંજ આખાયે ગામમાં ભક્તિનો રંગ ફેલાવે છે. ગામડાનું મહત્વ અને ગામડાની પદ્ધતિઓ તો ગામડું કેવું હોય છે તે તમામ વિષયોને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ગ્રામ્ય વિસ્તારને રજૂ કરતી થીમ પર મતદાન બુથ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે અને દરેક લોકો મતદાન કરવા માટે ઉત્સુક છે તો અન્ય લોકોને પણ મતદાન કરવાં માટે અપીલ કરી રહ્યા છે.

- text

આવતીકાલે મતદાનનું મહાપર્વ છે ત્યારે આપણે સૌ સાથે મળીને મહાઉત્સવને શાંતિ, સલામતી અને ઉલ્લાસ સાથે ઉજવીયે અને અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ કરાઈ છે.

- text