મોરબી જિલ્લામાં ૧૦૦ વર્ષના ૧૭૧ જેટલા મતદારો

- text


મોરબીમાં ૫૦, ટંકારામાં ૪૨ અને વાંકાનેરમાં ૭૯ શતાયુ સર કરી ચૂકેલા મતદારો

મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે આવતી કાલે તારીખ ૭ મેના મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. મોરબી જિલ્લાની ત્રણે વિધાનસભા મતવિસ્તાર મળીને કુલ ૮.૩૦ લાખ મતદારો નોંધાયા છે, જેમાં નવયુવાનથી લઈ શતાયુ મતદારોમોરબી જિલ્લામાં મતદારો મતદાન કરવા માટે ઉત્સાહી છે ત્યારે જિલ્લામાં કુલ ૧૭૧ શતાયુ આયુષ્યના મતદારો પણ છે.

મોરબી જિલ્લામાં કુલ ૮.૩૦ લાખ મતદારો નોંધાયેલા, છે જે પૈકી ૧૭૧ મતદારો સદી ફટકારી ચૂકેલા મતદારો છે. મોરબી જિલ્લામાં ત્રણેય વિધાનસભા મતવિસ્તાર મુજબ જોઈએ તો ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સો વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા ૫૦ છે, તો ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૪૨ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૭૯ સો વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો નોંધાયા છે.

- text

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શતાયુ આયુષ્યના મતદારો સહિત ૮૫ વર્ષ ઉપરના તમામ મતદારો માટે ઘરેથી મતદાન કરે તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી જે અન્વયે ૧૭૧ શતાયુ આયુષ્યના મતદારો સહિત ૮૫ વર્ષ ઉપરના મહત્મ મતદારોએ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યું છે.

- text