Morbi: જિલ્લામાં તમામ બૂથ પર ‘ત્રિનેત્ર’ ખુલ્લુ રહેશે, ૪૫૦ મથકોનું વેબ કાસ્ટિંગ થશે

- text


Morbi: આવતીકાલે ૭મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાશે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ 889 મતદાન મથકો આવેલા છે. જેમાંથી 450 મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં 151, ટંકારામાં 146 અને વાંકાનેરમાં 153 મતદાન મથકો આવેલા છે.

મોરબી જિલ્લામાં 450 મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારીશ્રી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી રમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text