મોરબીના સામાકાંઠે કારખાનામાં માલ ભરવા આવેલા યુવકને ધોકાવ્યો: એક સામે ફરિયાદ

- text


મોરબી: મોરબીના સામાકાંઠે એક યુવક કારખાનામાં માલ ભરવા ગયો હોય ત્યાં એક શખ્સે યુવકને ગાળો આપી ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી અજયભાઈ કાગડા (ઉ.વ.૩૮) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજે બપોરના તે સામાકાંઠે વેજીટેબલ કારખાનામાં માલ ભરવા ગયો હોય ત્યારે આરોપી મમુ મેમણ રહે. મોરબી જેને ફરિયાદીને ફોન કરીને કહેલ કે આ જગ્યાએથી તું નીકળી જા તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી.બાદમાં આરોપીએ રૂબરૂ આવી ફરિયાદીને ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text