મોરબીમાં ટ્રાફિકજામે લોકોનો રવિવાર બગાડ્યો

- text


શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ: અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો

મોરબી: આમ તો મોરબીમાં દરરોજ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. પરંતુ આજે રવિવાર હોવાથી શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે.રવિવારની રજા હોવાથી બજારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી છે.

- text

આજે રવિવારના લીધે મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયું છે. મોરબી માટે ટ્રાફિકજામનો પ્રશ્ન કાયમી માટેનો છે. પરંતુ આજે લોકોને રવિવારની રજા હોવાથી દરરોજ કરતા વધુ ટ્રાફિક જોવા મળી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રવિવારની મજા માણવા કોઈ ને કોઈ કારણસર ઘરની બહાર નીકળેલા લોકો ટ્રાફિકથી અકળાઈ ઉઠ્યા હતા.

- text