મોરબીમાં બુધવારથી મહિલાઓમાં થતા કેન્સરની સંપૂર્ણ તપાસને લગતો 8 દિવસનો કેમ્પ 

- text


મોરબી : આજકાલ મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર તથા છાતીના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તો તેને ધ્યાનમાં લઈને નક્ષત્ર હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં કેન્સરને લગતા તમામ પ્રશ્નોના નિવારણ માટે તથા સંપૂર્ણ તપાસ માટે તા. 24 એપ્રિલથી 1 મે સુધી રાહતદરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પનો લાભ 20 વર્ષથી મોટી ઉંમરની દરેક સ્ત્રીઓ લઈ શકે છે. આ કેમ્પમાં ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેના રિપોર્ટ જેમકે પેપ સ્મીયર, ગર્ભાશયની સંપૂર્ણ સોનોગ્રાફી, ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ તથા ડાયાટીશિયન કન્સલટેશન રૂ.500માં કરી આપવામાં આવશે. મેમોગ્રાફી તથા અન્ય લોહીના રિપોર્ટ કરવાની જરૂર જણાશે તો તે પણ રાહત દરે કરી આપવામાં આવશે. એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.રજીસ્ટ્રેશન માટે 7502062222 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. કેમ્પનું સ્થળ નક્ષત્ર હોસ્પિટલ, વિશાલ હોલની સામે, મહેશ હોટલની પાછળ, શનાળા રોડ, મોરબી રહેશે.

- text

- text