મોરબીમાં ગરીબ દર્દીઓ માટે 30મી વખત રક્તદાન કરતા શિક્ષક

- text


મોરબી : મોરબીમાં ગરીબ પરિવારના દર્દી માટે એક શિક્ષકે 30મી વાર રક્તદાન કરી માનવતા મહેંકાવી છે. આવી ગરમીમાં પણ શિક્ષકની આ રક્તદાન સેવા બદલ તેઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક ગરીબ પરિવારને તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતાં કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક -જુના જાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી)ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું 30મું રક્તદાન છે.

- text