હડમતિયા ગામના યુવાનોઅે મતદાનરુપી બ્રહ્માસ્ત્ર ચડાવીને કર્યું મતદાન

- text


મારો વોટ મારો દેશ હવે તો મતદાન એ જ કલ્યાણ લોકશાહીનું બ્રહ્માસ્ત્ર: મતદાન

હડમતિયા : મારો વોટ મારો દેશ હવે તો મતદાન એ જ કલ્યાણ લોકશાહીનું બ્રહ્માસ્ત્ર એટલે મતદાનનો મંત્ર લઈ આજ સવારથી જ ટંકારાના હડમતીયાના યુવાનોએ જોશ ભેર મતદાન કર્યું હતું.

હડમતીયાના ગ્રામજનોએ મતદાન આપનો અધિકાર અને આપણી ફરજ પણ છે, મતદાન અવશ્ય કરો વોટિંગ આપનો સૌથી મોટો અધિકાર છે. તેને વેડફાઇ જવા દેશો નહીં.મત આપવો તે દરેક નાગરિક માટેનો એક અધિકાર છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીએ આપનો એક મત ક્રાંતિ લાવી શકે છે.

પ્રત્યેક મત પરિવર્તનનો પ્રહરી પુરવાર થઈ શકે છે. મતદાન ન કરનારને લોકશાહીમાં ફરિયાદ કરવાનો અધિકાર નથી. ચૂંટણી એ તો લોકશાહીનું અમૂલ્ય પર્વ છે. મતદાન એ પ્રત્યેક નાગરિકનો બંધારણીય અધિકાર નહીં ફરજ છે. તેવું હડમતીયા ગામના યુવાનોએ જણાવ્યું હતું.

- text

 

 

- text