મોરબીમાં લોકશાહીના શ્રેષ્ઠ ઉત્સવને ઉત્સાહપૂર્વક મનાવતા શતાયુ મતદાર જયાબા વજેશંકર દવે

- text


મતદાન તો આપણે સંધાયે કરવું જ જોઈએને ભાઈ : જ્યાગૌરી વજેશંકર દવે, શતાયુ મતદાર

મોરબી : મોરબીના મતદાર એવા જયાબા એ ૧૦૪ વર્ષે મતદાન કરી લોકશાહીને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

મતદાન એ લોકશાહીને ધબકતી રાખવામાં મહત્વની ભૂમિકા રાખે છે. આ વાતને ૧૦૪ વર્ષની આયુ ધરાવતા જયાગૌરી વજેશંકર દવે આજે મતદાન કરીને યથાર્થ સાબિત કરી છે. પરીવારના મોભી એવા જયાબાએ મોરબી અપડેટની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે બાપલિયા મતદાન તો કરવું જ પડે. મેં મારી જીંદગીમાં લાટ ફેરે (ધણી વખત) મતદાન કર્યું છે… આપણે સંધાયે મતદાન તો કરવું જ જોઈ એને ભાઈ. વધુમાં વાત કરતા જયાબાએ જણાવ્યું હતું કે રાજશાહી અને લોકશાહી, બન્ને શાસનવ્યવસ્થા એમણે જોયેલી છે જેનું સંભારણું એમણે પોતાની યાદોમાં સાચવીને રાખ્યું છે.

- text

૧૦૪ વર્ષની આયુ હોવા છતાં લોકો સાથે ફટાફટ વાતો કરે છે અને પોતાના અનુભવો જણાવતા આ ઉંમરે જયાબા આંખોથી ઓછું જોઈ શકે છે. પણ, તેમનો અનુભવ અને શાણપણ તેમની વાતોમાં જણાઈ આવે છે. જયાબાને મતદાન કરતા જોઈને ધણા મતદાતાઓ અચંબીત બન્યા હતા તેમજ જીવનપર્યંત મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. જયાબા સહિત તેમના ત્રણ પેઢીના પરિવારજનોએ આજે મતદાન કરી લોકશાહીના શ્રેષ્ઠ ઉત્સવને ભારે ઉત્સાહહપૂર્વક મનાવ્યો હતો.

- text