મોરબી જિલ્લામાં ઉત્સાહપૂર્વક મતદાન : બે વાગ્યા સુધીમાં ટંકારામાં 54 અને મોરબીમાં 49 ટકા મતદાન

- text


 

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોએ જબરા જોશ સાથે સવારથી મતદાન મથકો પર જાણે તૂટી પડ્યા હોય તે રીતે મતદાન કરી બપોરે 2 વાગ્યા સુધીમાં પડધરી- ટંકારા બેઠકમાં 54.04 ટકા અને મોરબીમાં 49 અને વાંકાનેરમાં 54.03 ટકા મતદાન નોંધાયું હતું.

મોરબી જિલ્લામાં વિધાનસભા બેઠક દીઠ બપોરે બે વાગ્યા સુધીના મતદાનના આંકડા જોઈએ તો મોરબી- માળીયા બેઠકમાં બપોરે બે સુધીમાં કુલ 49 ટકા મતદાન થયું છે જેમા 71974 પુરુષ અને 53464 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે ટંકારા- પડધરી બેઠકમાં બપોરે બે વાગ્યા સુધીમાં 54.04 ટકા મતદાન થયું હતું અને 68214 પુરુષો અને 53106 સ્ત્રી મતદારોએ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

- text

આ ઉપરાંત વાંકાનેર- કુવાડવા બેઠકમાં બે વાગ્યા સુધીમા 54.03 ટકા મતદાન નોંધાયું હતું અને 72991 પુરુષો અને 59161 સ્ત્રી ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આમ એકંદરે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ 52.26 ટકા જેટલું ભારે મતદાન કરી મતદારોએ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો.

- text