ધ્રાંગધ્રા ખાતે બુટ ભવાની માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


28 એપ્રિલ થી 2 મે સુધી ભવ્યાતિભવ્ય આયોજન

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના હળવદ રોડ પરના મયુરનગર ખાતે બુટ ભવાની માતાજીના મઢનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28 થી 2 મે યોજાશે.

વાઘજીભાઈ ખીમાભાઈ ગરીયા, મફાભાઈ ખીમાભાઈ ગરીયા, સંજયભાઈ વાઘજીભાઈ ગરીયા અને સ્વ. કરશનભાઈ જામાભાઈ ગરીયાના પરિવાર દ્વારા તારીખ 28 એપ્રિલ થી 2 મે બુટ ભવાની માતાજીના મઢનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી કેતનભાઈ કિશોરભાઈ મહેતા તથા સંસ્કૃત વેદ વિદ્યાલયના ઋષિકુમારો (ધ્રાંગધ્રા) અને ભુદેવો રહેશે. બુટભવાની માતાજીના મઢના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તારીખ 29 એપ્રિલ ને સોમવારે સવારે 9 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં ગોગાજી લાઈવ ડીજેના સથવારે કલાકારો માતાજીના ગરબે ઘુમાવશે. 29 એપ્રિલે રાત્રે 9 કલાકે યોજાનાર રાસ ગરબાના કાર્યક્રમમાં કલાકાર રસ્મિતાબેન રબારી, બાબુભાઈ આહીર અને વિરમભાઈ ભરવાડ ગરબે ઘુમાવશે. જ્યારે 30 એપ્રિલના રોજ રાત્રે 9-30 કલાકે યોજાનાર લોક ડાયરામાં જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર હાજરી આપશે. 1 મેના રોજ સવારે 9-30 કલાકે સંતો મહંતોની પધરામણી થશે. 1 મેના રોજ બપોરે વિજય મુહૂર્તમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને બપોરે 3-30 કલાકે માતાજીનો નવરંગો માંડવો યોજાશે. 2 મેના રોજ કરવિધિનું આયોજન સવારે 10 કલાકે કરવામાં આવ્યું છે.

- text

- text