કચ્છ – મોરબી બેઠકના ઓબ્ઝર્વરે ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

- text


મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી અંગે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

સ્ટ્રોંગરૂમની મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વરે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text