ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ : મોરબીનુ 94.91 ટકા પરિણામ 

- text


96.40 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બોટાદ કેન્દ્ર પ્રથમ : સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા 

રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કર્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં બોટાદ જિલ્લો 96.40 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જયારે મોરબી જિલ્લાનું 94.91 ટકા અને રાજકોટ જિલ્લાનું 93.29 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા પરિણામ આવ્યું છે.

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇતિહાસ રચી માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં ધોરણ 12- સામાન્ય પ્રવાહમાં 3,78,268 નોંધાયેલ હતા જેમાંથી 3,47,738 પાસ થયા છે. એ વન ગ્રેડમાં 5,522, એ-2 ગ્રેડમાં 42,799 બી-1 ગ્રેડમાં 82,544 બી-2 ગ્રેડ 98,881 સી-1 ગ્રેડમાં 81,188 સી-2 ગ્રેડમાં 33,981 અને ડી-ગ્રેડમાં 2,754 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 238 ગેરરીતિના કેસ સામે આવ્યાનું બોર્ડ દ્વારા જાહેર કરાયુ છે.

- text

- text