Morbi: 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ

- text


મોરબી કેન્દ્રનું 94.68 ટકા, વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા, ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. આ વખતે બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ સાથે જાહેર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહનું સારું પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાના સામાન્ય પ્રવાહના ચારેય કેન્દ્રમાંથી હળવદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે.

- text

સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રમાં સામાન્ય પ્રવાહમાં કૂલ 1425 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1381 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારબાદ ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ આવ્યું છે. ટંકારા કેન્દ્રમાં 636 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 611 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી કેન્દ્રમાં કૂલ 3101 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 2936 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે સામાન્ય પ્રવાહમાં મોરબી કેન્દ્રનું 94.68 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 1122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1038 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

- text