સુરતમાં ઈન્કમટેક્સના દરોડાનો રેલો મોરબીની બે ફેક્ટરી સુધી પહોંચ્યો

- text


કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા મોરબીની તરલજ્યોત કોલ તેમજ અન્ય એક સીરામીક ફેક્ટરીમાં પણ સર્ચ ઓપરેશન

મોરબી : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ઈન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવી ગયો છે. સુરતના કડોદરા રોડ પર આવેલી ઐશ્વર્યા મીલ સહિત ત્રણ ધંધાર્થીના 12થી વધુ ઠેકાણા પર દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કરતાં જ કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બીજી બાજુ તપાસનો આ રેલો મોરબીની બે ફેક્ટરી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઈન્કમટેક્સ વિભાગે 50થી વધુ અધિકારીની ટીમ બનાવી એક સાથે સુરતમાં દરોડા પાડતાં કરચોરો ઉંઘતા ઝડપાઈ ગયા હતા. આઇટી ટીમોએ ઐશ્વર્યા મીલ તેમજ તેની સાથે સંકળાયેલા ત્રણ ધંધાર્થીને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું. ઐશ્વર્યા મીલ સાથે સંકળાયેલા કોલસાના વેપારીઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. સૂત્રોના મતે આ મીલ રમેશચંદ્ર મોદીની હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

બીજી બાજુ સુરતનું મોરબી કનેક્શન નીકળતાં ઇન્કમટેક્સની ટીમ ત્યાં પહોંચી હતી અનેમોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા તરલજ્યોત કોલ તેમજ એક સીરામીક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ આ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી કેટલી બેનામી મિલકત ઝડપાઈ તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- text