વિજ્ઞાન પ્રવાહના મોરબી અવલ્લ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીપો વ્યક્ત કરતા કહ્યં કે..

- text


મોરબી : આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીણામ આવ્યું છે તેમાં વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લાનું રાજ્યમાં પ્રથમ સ્થાન આવ્યું છે. સૌથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા રાજીપો વ્યક્ત કર્યો છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ પરિણામ બાબતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, મોરબી જિલ્લાએ વિજ્ઞાન પ્રવાહમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે બદલ હું રાજીપો વ્યક્ત કરું છું. મોરબી જિલ્લાના આ અવ્વલ સ્થાન માટે વિવિધ શાળાનાં નિષ્ઠાવાન આચાર્યોએ દિવસ-રાત મહેનત કરી શાળાનું પરિણામ સારું આવે તે માટે મહેનત કરી છે તેથી તેઓને અભિનંદન પાઠવું છું,”

- text

વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉમેર્યું કે, “શિક્ષકોએ નવા નવા કોન્સેપ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાવી શકાય તે માટે ખૂબ મહેનત કરી છે. આવા કર્મઠ શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું. સાથે જ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ કર્મચારી/અધિકારીઓને પણ અભિનંદન આપું છું. મોરબી જિલ્લો અવ્વલ રહેવાની આ પરંપરા આગળ ધપાવે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા વ્યક્ત કરું છું.”

- text