બોર્ડના છાત્રોને મૂંઝવતા પ્રશ્નો માટે કાલથી હેલ્પલાઇન નંબર થશે શરૂ

- text


મોરબી : માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૨ની જાહેર પરીક્ષાનુ પરીણામ આજે જાહેર થઈ ગયું છે. જ્યારે ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તા. ૧૧ના રોજ જાહેર થનાર છે. પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નો અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન આવતીકાલે તા.10થી શરૂ કરવામાં આવશે. જે તા.20 મેં સુધી કાર્યરત રહેશે.

આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ લેવા જણાવવામાં આવે છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ નો છે. તેમ એમ. કે. રાવલ- નિયામક-પરીક્ષા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

- text

- text