ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે મોરબી અપડેટની વાતચીત

- text


મોરબી : ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. મોટા શહેરોને પાછળ છોડીને વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ સૌથી વધુ પરિણામ મેળવ્યું છે. ત્યારે A1 ગ્રેડ મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કરનાર મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે મોરબી અપડેટે ખાસ વાતચીત કરી હતી અને બન્ને વિદ્યાર્થીઓએ કેવી રીતે મહેનત કરી હતી તે અંગે જાણકારી મેળવી હતી.

99.86 PR મેળવનાર નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની હિરલ દેત્રોજાએ જણાવ્યું કે, શાળાના સિલેબસ સાથે ચાલ્યા. સાથે જ શિક્ષકોનું ઘણું સારું માર્ગદર્શન રહ્યું. આગળ હવે MBBS કરવાની ઈચ્છા છે.

- text

વિજ્ઞાન પ્રવાહમાં 99.94 PR મેળવનાર સોહમ ગાંભવાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું વાંચવા માટે દરરોજ સવારે 4 થી 5 વાગ્યે ઉઠી જતો અને સ્કૂલમાં જે શિક્ષકો ભણાવે તેનું સમયસર રિવિઝન કરતો જતો. શાળામાં જે ટેસ્ટ લેતાં તેમાં શું ભૂલ થાય છે તે સુધારતો જતો હતો. હવે આગળ MBBSનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. સારા પરિણામ માટે વિદ્યાર્થીએ યથાશક્તિ મહેનત કરવી જોઈએ, માતા-પિતા, શિક્ષકો અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.

- text