માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

- text


માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ કરીને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા વિદાય લઈ રહેલા દરેક વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી.

- text

કાર્યક્રમને અંતે શાળા પરિવાર તરફથી શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા આગળ વધુ અભ્યાસ કરી ગામનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી તેમજ બધા વિદ્યાર્થીઓને પાવભાજીનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text