Morbi: જન્મદિવસની પ્રેરક ઉજવણી; મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યએ વૃદ્ધાશ્રમમાં પંખા દાન કર્યાં

- text


મોરબી:મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રીના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં સિલિંગ ફેનનું દાન કરીને જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી.

- text

મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રી નિમાંશી કાબરાના જન્મદિવસ નિમિત્તે મોરબીના વૃદ્ધાશ્રમમાં ચાર પંખા ભેટ કર્યા હતા. આ સાથે જ તેમણે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ લોકો સાથે ઉજવણી કરી હતી અને વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું.

- text