ક્યાં ગયા નેતાઓ? નાની બજારની સુથાર શેરીમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ

- text


મોરબી: લોકસભાની ચૂંટણી માટેનું બે દિવસ પહેલા જ મતદાન પુરુ છુ. શેરીએ-શેરીએ દેખાતા નેતાઓ અચાનક ગાયબ થઇ ગયા છે. આ નેતાઓ અને અધિકારીઓએ મોરબી શહેરના નાની બજારની સુથાર શેરીની મુલાકાત લેવી જોઇએ. અહીં છેલ્લા ઘણા દિવસથી ગટર ઉભરાય છે અને આસપાસના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે.

સુથાર શેરીના રહીશ ફાતેમાબેન રેઝીનાએ ગટર ઉભરાવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, સુથાર શેરીની ગલીમાં ગટર ઉભરાય રહી છે. આ અંગે 4 થી 5 વખત અરજી કરી છે. ગટર સાફ કર્યાના 3-4 દિવસ બાદ ગટર ઉભરાવા લાગે છે. ગટર ઉભરાતા લોકોમાં બીમારી પણ ફેલાઈ રહી છે. દુષિત પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેથી પાલિકા સમક્ષ તેમણે ગટરની યોગ્ય સફાઈ કરાવવા રજૂઆત કરી છે.

- text

- text