Morbi : અશકત મતદારોને મદદરૂપ થતાં BLO મહેન્દ્રભાઈ કચોટ

- text


મોરબી : મોરબીમાં મતદાન મથક ઉપર ઘણા અશક્ત મતદારો પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે આવા મતદારોને મદદરૂપ થવા માટે તંત્ર દ્વારા વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પરંતુ સ.વ.પ. કન્યા વિદ્યાલયના B.L.O મહેન્દ્રભાઈ કચોટ પોતાનો માનવ ધર્મ સમજીને આવા અશક્ત મતદારોને મદદરૂપ થઈ રહ્યા છે. મહેન્દ્રભાઈ કચોટે સંવેદનશીલતા દાખવીને શારીરિક અશક્ત મતદારને તેડીને વ્હીલચેરમાં બેસાડી મતદાન કરાવ્યું અને બાદમાં તેડીને ગાડીમાં બેસાડ્યા હતા.

- text