મોરબી જિલ્લામાં મતદારો તૂટી પડ્યા : બાર વાગ્યા સુધીમાં ૩૬.૧૬ ટકા મતદાન

મોરબી જિલ્લામાં સૌથી વધુ મતદાન ટંકારા બેઠકમાં ૩૭.૫૮ ટકા

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોએ જબરા જોશ સાથે સવારથી મતદાન મથકો પર જાણે તૂટી પડ્યા હોય તે રીતે મતદાન કરી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૬.૧૬ ટકા મતદાન કર્યું હતું જેમાં સૌથી વધુ મતદાન પડધરી- ટંકારા બેઠકમાં ૩૭.૫૮ ટકા નોંધાયું હતું.

મોરબી જિલ્લામાં વિધાનસભા બેઠક દીઠ બપોરે બાર વાગ્યા સુધીના મતદાનના આંકડા જોઈએ તો મોરબી- માળીયા બેઠકમાં બપોરે બાર સુધીમાં કુલ ૩૩.૯૦ ટકા મતદાન થયું છે જેમા ૫૧૦૮૯ પુરુષ અને ૩૫૬૮૪ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે ટંકારા- પડધરી બેઠકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૭.૫૮ ટકા મતદાન થયું હતું અને ૪૯૩૨૮ પુરુષો અને ૩૫૦૪૨ સ્ત્રી મતદારોએ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

આ ઉપરાંત વાંકાનેર- કુવાડવા બેઠકમાં ૩૭.૨૨ ટકા મતદાન નોંધાયું હતું અને ૫૨૧૨૧ પુરુષો અને ૩૮૯૧૩ સ્ત્રી ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આમ એકંદરે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં સરેરાશ ૩૬.૧૬ ટકા જેટલું ભારે મતદાન કરી મતદારોએ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો.