વાંકાનેર ચન્દ્રપુર ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય સસ્પેન્ડ

- text


વાંકાનેર : વાંકાનેરના ચન્દ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય આંગણવાડીમાં કામ કરી સરકારી પગાર મેળવતા હોય તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અન્વયે સસ્પેન્ડ કરતા ચકચાર જાગી છે.
વાંકાનેર ચંદ્વપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં.૭ ના સભ્ય મકરાણી ખાતુનબેન બાશીરભાઈ ચંદ્વપુર ગામની આંગણવાડી વર્કર તરીકે માનન્દ વેતન લેતા હોય તેમને અસમર્થ કરવાની પંચાયતી ધારા અને કલમ 30(1) અને 32(1), 32(2) મુજબ એ સતા તાલુકા વિકાસ અધિકારીને છે.તે મુજબ તા. 26/9/2017ના હુકમની અમલવારી કરીને અહેવાલ કરવાની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આપૂર્વે પણ મહિલા સદસ્ય સસ્પેન્ડ થએલ છે. આમ ચંદ્વપુર ગ્રામ પંચાયતના કુલ 2 સભ્ય સંખ્યાનો ઘટાડો થશે.બંને સભ્યો અલગ અલગ જૂથના હોવાથી સતાને કોઈ અસર નહીં કરે.

- text

- text