મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં એક લાખ સુધીના પગાર

- text


મેગા સીરામીક જોબ એક્સ્પોમાં અનેક કંપનીઓની આકર્ષક ઓફર

મોરબી:મોરબીમાં આગામી તા.૮ના રોજ યોજાનાર ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ આયોજિત મેગા સીરામીક જોબ ફેરમાં અનેક પ્રખ્યાત સીરામીક કંપનીઓ નોકરી ઓફર કરશે,હાલ સીરામીક ક્ષેત્રે કાબેલિયત ધરાવતા યુવા-યુવતીઓને એક લાખ સુધીના પગાર મળી રહ્યા છે.

મેગા સીરામીક જોબ એક્સ્પો અંગે માહિતી આપતા ગ્લોબલ જોબ પલ્સમેન્ટના રસ્મિનભાઈએ જણાવ્યું હતું કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવનાર યુવક યુવતીઓને રૂપિયા ૧,૨૦,૦૦૦થી લઈ ૧૨ લાખ સુધીના પેકેજ મળી રહ્યા છે જે બતાવે છે કે આ ક્ષેત્રમાં રોજગારની વિપુલ અને કિંમતી તકો છે.

આથી જ મોરબીની ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ કંપની દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી ઘડતર અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે તા.૮ ઓક્ટોબરના રોજ મોરબીના નેશનલ હાઇવે પર ત્રાજપર નજીક આવેલ શિવ અજંતા હોટલ ખાતે જોબ એક્સ્પો-૨૦૧૭નું આયોજન કર્યું છે,જેમાં સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન ૫૦ થી વધુ સિરામિક કંપનીઓ જુદી-જુદી ૩૦૦થી વધુ જગ્યા માટે સ્પોટ જોબ ઓફર કરનાર છે.

- text

વધુમાં જોબ એક્સ્પો ૨૦૧૭ અંગે ગ્લોબલ જોબ પલ્સમેન્ટના રસ્મિનભાઈ ચન્દ્રોલાએ જણાવ્યું હતું કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માટેના આ મેગા જોબફેરમાં ૧૦૦૦થી વધુ કેન્ડીડેટ હાજર રહેશે અને લાયકાત મુજબ સારી કંપનીમાં નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નોંધનીય છે કે આ મેગા જોબ એક્સપોમાં પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે,ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ફ્રેશર,ધોરણ ૧૦/૧૨ પાસ,આઈટીઆઈ પાસ કાર્લ ઉમેદવાર,ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએટ,કે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://globaljobmorbi.com/job_fair/  પર રજીસ્ટ્રેશન કરવી વીઆઈપી એન્ટ્રી કુપન મેળવી લેવું ફરજિયાત છે.

 

 

- text