આજે મોરબીમાં સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા શરદોત્સવ

- text


રત્નકલા ગ્રાઉન્ડમાં રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને દુધપૌવાનો પ્રસાદ

મોરબી:સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટની શાખા મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા આજે રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ સનાળા રોડ ખાતે આજે શુક્રવારે શરદોત્સવનું આયોજન કરાયુ છે જેમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં દુધપૌવાનો પ્રસાદ પીરાસાશે.
સ્વામિનારાયણ ગુરૂકુળ મોરબી દ્વારા આજે શુક્રવારે સનાળા રોડ પર આવેલ રત્નકલા એક્સપર્ટ ગ્રાઉન્ડ ખાતે પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં પૂ.લક્ષ્મીનારાયણદાસજી,પૂ.જ્ઞાનસ્વરૂપદાસજીસ્વામી તથા પૂ. નારાયણપ્રસાદદાસજી સહિતના સંતોની પવન ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુળના બાળકો દ્વારા પૌરાણિક રાસલીલાઓ રાસ-રૂપક રૂપે રજુ કરશે.
આ ઉપરાંત રાસગરબા અને કાર્યક્રમના અંતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં દુધપૌવાનો પ્રસાદ પીરસવમાં આવશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડિયા,સાંસદ મોહનભાઇ કુંડારીયા,વિનોદ ચાવડા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયા,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,કોંગ્રેસના બ્રિજેશભાઈ મેરજા, કિશોરભાઈ ચીખલીયા,જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ,ડીડીઓ ખટાણા,જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ તેમજ જાણીતા ઉદ્યોગપતિઓ,તબીબો સહિતના મહાનુભાવો હાજર રેહશે.

- text

- text