હડમતિયા ગ્રામ પંચાયત કચેરીનું ઉદઘાટન કરાયું

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં વર્ષો જુની ગ્રામપંચાયત ખંઢેર બની ગયેલી હાલતમાં હોવાથી મોરબી જીલ્લા પંચાયત દ્વારા હડમતિયા ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવામા આવેલ છે. નવનિયુક્ત કચેરીનું શાસ્ત્રોક્તવિધીથી ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય કામરીયા રંજનબેન અરવિંદભાઈ દ્વારા પુજન કરવામા આવ્યું હતું. કચેરીનું ઉદઘાટન ગામના સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડાના હસ્તે રિબીન કાપી કરવામા આવ્યું હતું. આ પ્રસંગે તલાટી કમ મંત્રી મનિષાબેન ગજેરા, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય દિનાબેન કામરીયા, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જીવણસિંહ ડોડીયા, પુર્વ સરપંચ મનસુખભાઈ તથા ગ્રામ પંચાયત સદસ્યો, આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text