મોરબીની યુ. એન. મહેતા કોલેજના અધ્યાપક ડો. રામ વારોતરિયાના કૃષિ વિષયક પુસ્તકનું વિમોચન થયું

- text


મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. રામ વારોતરિયા લેખિત ‘સૌરાષ્ટ્રમાં કૃષિ વિકાસ’ પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે થયુ હતું. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ અને જે. એચ. ભાલોડીયા મહિલા કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘હાઉ ટુ રાઈટ રિસર્ચ પેપર’ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મંડળના પ્રમુખ પ્રોફેસર ડો. શુક્લ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રાધ્યાપક ડો. રામ વારોતરિયા દ્વારા તૈયાર થયેલ આ પુસ્તકમાં આર્થિક સુધારા એટલે કે 1991 પછી કૃષિ વિકાસના વલણો કેવા રહ્યા છે, તે અંગે રજૂઆત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રના અધ્યાપક અને લેખક તરીકે તેમનું આ ચોથું પુસ્તક પ્રકાશિત થયું છે. આ ઉપરાંત, તેઓના જુદા-જુદા સામયિક અને અર્થશાસ્ત્રના જર્નલમાં 50થી વધુ લેખો પ્રકાશિત થયા છે. તેમણે રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સ / સેમિનારમાં 25 જેટલા સંશોધન પેપરો રજુ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના સહમંત્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પી.એચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક છે. આગામી દિવસોમાં તેઓ નવરચિત મોરબી જિલ્લાના આર્થિક વિકાસ વિષય પર કામ કરનાર છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text