મોરબી જિલ્લામા ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામને પણ મંદી : માત્ર 14 ટકા મતદારોએ જ લીધો લાભ

- text


તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કાર્ય પુરજોશમાં ચાલ્યું તેમ છતાં મતદારો નિરૂત્સાહ : 7.51 લાખ મતદારોમાંથી માત્ર 1.07 લાખ મતદારોએ કરી ચકાસણી

મોરબી : મોરબી જિલ્લામા જેમ ઉદ્યોગોમા મંદી આવી છે. તેમ જ ઓનલાઈન ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામને પણ મંદી લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પ્રોગ્રામનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલ્યો હતો. તેમ છતાં જિલ્લામા માત્ર 14 ટકા જ મતદારોએ આ પ્રોગ્રામનો લાભ લીધો છે. જિલ્લામા કુલ 7.51 લાખ મતદારો છે. જેમાંથી માત્ર 1.07 લાખ મતદારોએ જ ચકાસણી કરી છે.

ઇલેક્શન કમિશન દ્વારા ગત તા. 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો વધુમાં વધુ મતદારો લાભ લ્યે તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવાની દરેક જિલ્લા મથકોમાં સૂચના પણ આપવામાં આવી હતી. જેથી મોરબી જિલ્લામા તંત્રવાહકો દ્વારા ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામ અંગે જાગૃતિ લાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઇલેક્શન વખતે જ મતદારોને જાણ થતી હોય છે કે ઇલેક્શન યાદીમાં તેમના નામ કે યાદીમાં ક્ષતિ રહી ગઈ છે. તેવા સમયે મતદારને દોડાદોડી થતી હોય છે. માટે અગાઉથી જ મતદાર ઇલેક્શન યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી લ્યે અને જો કોઈ ભૂલ હોય તો તે જાતે જ સુધારી લ્યે તેવા આશયથી આયોજિત આ પ્રોગામ મતદારો માટે ખૂબ મદદરૂપ હતો.

પૂરતા પ્રચાર પ્રસાર છતાં આ ઇલેક્શન વેરિફિકેશન પ્રોગ્રામનો ખૂબ ઓછી સંખ્યામાં મતદારોએ લાભ લીધો છે. 65 મોરબી વિધાનસભાના કુલ 2,65,291 પૈકી 44,008 મતદારો તેમજ 66 ટંકારા વિધાનસભા બેઠકના 2,31,743 પૈકી 27,683 અને 67- વાંકાનેર વિધાનસભા બેઠકના 2,54,557 પૈકી 35,570 મતદારો મળી કુલ જિલ્લાના 7,51,591 મતદારોમાંથી 1,07,261 મતદારોએ ઓનલાઈન વેરિફિકેશન કર્યું છે. આમ જિલ્લાના કુલ 14.27 ટકા મતદારોએ જ આ કાર્યક્રમનો લાભ લીધો છે.

- text

ઉલ્લેખનિય છે કે મોરબી જિલ્લામા જે પ્રમાણે તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તે પ્રમાણે તેનું પરિણામ તંત્રને મળ્યું નથી. હાલ તો સમગ્ર રાજયમાં આ જ પરિસ્થિતિ જોવા મળી છે. માટે ઓનલાઈન વેરિફિકેશન પ્રોગ્રામને તા. 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ મતદારો જાતે જ ઓનલાઈન યાદીમાં મોબાઈલ વડે સુધારા વધારા કરી શકે છે. આ ઉપરાંત ઇ ગ્રામ સેન્ટર, મામલતદાર કચેરીએ વોટર ફેસિલિટી સેન્ટર ખાતે તેમજ જિલ્લાના 291 બુથ ઉપર પણ આ સુધારા વધારા કરાવી શકે છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text