વાંકાનેરમાં મોરબીની મયુર ડેરી દ્વારા દૂધ દિવસ કાર્યક્રમ યોજાયો

- text


500થી વધુ પશુપાલકોએ હોંશભેર ભાગ લીધો

વાંકાનેર : પશુપાલકોને આદર્શ અને નફાકારક પશુપાલન માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળે તેમજ લોકો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક રીતે વધુ સદ્ધર બને તે હેતુથી મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ – મયુર ડેરી દ્વારા ગઈકાલે તા. 17 ઓક્ટોબરના રોજ વાંકાનેર ખાતે દૂધ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાની આશરે 500થી વધુ પશુપાલકોએ હોંશભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ભારતના વિદેશી ડેરીઓના પ્રવેશ માટેના આર.સી.ઈ.પી. કરારનો પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિદેશી ડેરીઓના લીધે પશુપાલકોની હાલત કફોડી બનશે તથા ડેરી ઉદ્યોગ પડી ભાંગવાની ચિંતા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં વેટરનરી ઓફિસર ડો. ગોંડલીયા, ડેરીના અધિકારી રજનીભાઇ, સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ પશુપાલકોને દૂધ સંઘની યોજનાઓથી માહિતગાર કરાયા હતા. આ તકે ડેરીના ડિરેક્ટર મંજુબેન તથા અમીનાબેન તેમજ માજી ડિરેક્ટર ગોરધભાઈ તથા નજર મહમદ બાદીએ ખાસ હાજરી આપી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text