મહિલાઓને આર્થિક બજાર પુરુ પાડતું મહિલા આર્થિક વિકાસ નિગમ

- text


મોરબીમાં હસ્ત કલા મેળામાં ૫૦થી વધુ મહિલા કારીગરોના સ્ટોલ : કારીગરો પાસેથી સીધી ખરીદીની સુવર્ણ તકનો ૨૦મીએ છેલ્લો દિવસ

મોરબી : મોરબીમાં એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર હસ્તકના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા હસ્ત કલા મેળાનું આયોજન કરાયું છે. જેનો ૨૦મી ઓક્ટોબરે છેલ્લો દિવસ છે. ૧૧મી ઓક્ટોબરથી શરૂ થયેલા આ હસ્ત-કલા મેળાને મોરબીની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગ્રામીણ કલાકારોની વિવિધ ચીજવસ્તુઓનું દિવાળીના સમયે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.

આ અંગે મહિલા આર્થિક વિકાસ નિગમના સેક્રેટરી અજીતભાઇ માવાણી સાથે ટેલિફોનીક વાત કરતાં મોરબી મધ્યે ચાલી રહેલા હસ્ત કલા મેળા અંગે તેઓએ જણાવતા કહ્યું કે હસ્ત કલા મેળાનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા, હાથશાળ, કુટિર અને ગ્રામોઘોગની વંશ પરંપરાગત ક્લાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભાતીગળ અને વૈવિંધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.

મેળાના વ્યવસ્થાપક રોનકભાઇ પટેલે જણાવ્યું હતું કે દિવાળીના સમયે લોકો ખરીદી કરતાં હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના કારીગરોની વિવિધ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આ પ્રકારના મેળાઓ શ્રેષ્ઠ સાબિત થઇ રહ્યા છે. વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ પર વિવિધ આઇટમો અને કૃતિઓનું વેચાણ સહ પ્રદર્શનનું આયોજન કરાયું છે. મેળામાં રાજ્યના માન્યતા પ્રાપ્ત મહિલા કારીગરોને પોતાની વસ્તુઓના વેચાણ માટે માર્કેટ પૂરું પાડવામાં આવે છે. આ મેળામાં વડોદરા, સુરત, રાજકોટ, દાહોદ, ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાંથી હસ્તકલાના કારીગરો ઘર સજાવટ સહિત અનેક પ્રકારની વિવિધ આઈટમો વેચાણ માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. મોરબીની મહિલાઓ પણ આ હસ્ત કલા મેળામાં દિવાળીની ખરીદી માટે ઉમટી રહી હોવાનું પણ વ્યવસ્થાપક રોનક પટેલે જણાવ્યું હતું.

આ મેળામાં હસ્તકલા, હાથશાળ, કુટિર, માટીકામ, ભરતકામ, ચર્મકામ, મોતીકામ અને ગ્રામોઘોગ આધારિત અનેક પ્રકારની ઘર સજાવટની વસ્તુઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આગામી ૨૦મી ઓક્ટોબર સુધી ચાલનારા મેળાનો સમય સવારે ૧૧થી રાત્રીના ૯ વાગ્યા સુધીનો છે પરંતુ મોરબીના ગ્રાહકોની ભારે ભીડને લઇને રાત્રીનો સમય પણ વધારવામાં આવ્યો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text