ટંકારાના યુવકે થાનગઢમાં 10 દિવસીય માટી કાર્યની તાલીમ આપી

- text


ગ્રામ ઉદ્યોગ સંસ્થા અને ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલના સયુંકત ઉપક્રમે યોજાઈ હતી તાલીમ શિબિર

ટંકારા : ગ્રામ ઉદ્યોગ સંસ્થા અને ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન KVIC સંયુક્ત ઉપક્રમે થાનગઢમાં માટી કલાના કારીગરોને 10 દિવસ તાલીમ આપવામાં આવી હતી. સાથે તાલીમ લેનાર કારીગરોને પ્રમાણપત્ર, કારીગર કાર્ડ અને સંસ્થા દ્વારા આધુનિક ચાક વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. થાનગઢ એ માટી કલાના કારીગરોનુ શહેર છે ત્યાં ગ્રામ ઉદ્યોગ થકી માટીમાથી નિર્મિત ધર વપરાશની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. નવા કારીગરોને તાલીમ અને માહિતી મળી રહે એ માટે KVIC ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન અને ગ્રામ ઉદ્યોગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ 2થી 11 દસ દિવસ સુધી 20 જેટલા માટી કલાના કારીગરોને તાલીમ આપવામાં આવી હતી. હસ્તકલામાં નિપૂણ થયેલા તમામ કારીગરોને આધુનિક ચાક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા તાલિમ આપનાર દયાલજી પ્રજાપતિ (ટંકારા) જે માટી કલાના કારીગરોએ પોતાના સ્વખર્ચે રાત દિવસ કારીગરો માટે અથાગ મહેનત કરી હતી. સંસ્થાના અધિકારી વર્મા સાહેબ, પંકજભાઈ ધરોડીયા, દિનેશભાઈ જેઠવા, દિનેશભાઈ થાનવાળા, અરવિંદભાઈ સરવૈયા, વસંતભાઈ પ્રવીણભાઈ મુળીયા સહિતનાઓએ ટ્રેનિંગ આપી ભારે જહેમત ઉઠાવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text