માળિયાના જાજાસરના યુવકનું એસ.ટી.બસની હડફેટે મોત

- text


માળીયા (મી.) : તાલુકાના જાજાસર ગામના એક યુવકનું એસ.ટી.બસની હડફેટે ચડી જતા મોત થયું છે. મૃતકના ભાઈની ફરિયાદ નોંધી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણાના જાજાસર ગામે રહેતો પેથાભાઈ કાળુભાઇ સલાણી નામનો યુવક દેવગઢ-જાજાસર રોડ પર પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ગત સવારે 11 વાગ્યાના અરસામાં GJ 18Z 109 નંબરની એસટી બસના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઈક સવાર યુવકને હડફેટે ચડાવ્યો હતો. બાઈક સવાર યુવકને આ અકસ્માતને કારણે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. મૃતકના ભાઈ કાળુભાઇ ગાંડુભાઈ સલાણીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text