મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા કાલે વક્તૃત્વ સ્પર્ધા

- text


મોરબી : મોરબીમાં વિકાસ વિદ્યાલય તથા ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સ ક્લબની સિલ્વર જયુબેલી ઉજવણી અંતર્ગત તેમજ ગાંધીજીની 150મી જન્મજયંતિના અવસરે કાલે શોભેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલય ખાતે ઓપન મોરબી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. 5થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જેના વિષયો ‘સ્વચ્છતા અને પૂજ્ય ગાંધીજી’ તથા ‘ભારતની સ્વતંત્રતામાં પૂજ્ય બાપુનું યોગદાન’માંથી કોઈ એક વિષય પર ઓછામાં ઓછું 3 મિનિટથી વધુમાં વધુ 7 મિનિટ સુધી વક્તૃત્વ આપવાનું રહેશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. એન્ટ્રી માટે મો. 94290 97722 પર સંપર્ક કરવાનો રહેશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text