ટંકારા : શ્રી મહર્ષિ સ્મારક ટ્રસ્ટ દ્વારા આયોજિત રાત્રી વોલીબોલ ટુર્ના. સંપન્ન

- text


ગ્રામ્યમાં ટંકારાની લીંબડા ચોંક ટીમ જ્યારે શહેર વિભાગમાં વોલી બ્રધર રાજકોટ પ્રથમ

ટંકારા : શ્રી મહર્ષિ સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા છેલ્લા બાર વર્ષથી મહાશિવરાત્રીના પાવન પર્વ પહેલા રાત્રી પ્રકાશ વોલીબોલ ટુર્નાનેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાત માંથી વિવિધ ટીમો ભાગ લેવા ટંકારા આવે છે. ત્યારે આ વર્ષની ટુર્નામેન્ટ તાજેતરમાં યોજાઈ ગઈ.

ગ્રામ્ય અને શહેરી કક્ષા એમ બે વિભાગમાં આયોજિત થતી આ ટુર્નામેન્ટમાં હિસ્સેદાર બનવા વોલીબોલ ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આ વર્ષે આયોજિત થયેલી ટુર્નામેન્ટમાં ગ્રામ્ય કક્ષામાં ટંકારાની લીંબડાચોંક ટિમ તેમજ શહેરી કક્ષામાં રાજકોટની વોલી બ્રધર ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની હતી. જ્યારે મોરબીની ઉમા સ્પોર્ટ્સને રનર અપ ટીમનો ખિતાબ મળ્યો હતો. બેસ્ટ શૂટર તરીકે કાંતિલાલ હાલપરા અને નેટીમાં ભરતભાઈ રાઠોડે મેદાન માર્યું હતું. મેચ દરમ્યાન રેફરી તરીકે દિલીપસિંહ ગોહિલ તેમજ અમિતભાઇ કાસુંદ્રાએ તેમની સેવા આપી હતી. સમસ્ત ટુર્નામેન્ટને સફળ બનાવવા દીપકભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ કારેલીયા તેમજ દેવકુમાર પડસુંબીયાએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text