મોરબીના વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા

- text


વ્યાસ જ્ઞાતિના 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી : મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા હતા,જેમાં સમાજના 12 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય જીવનનો શુભારંભ કર્યો હતો.આ તકે મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા તાજેતરમાં વિજય પીચ, કામધેનુ પાર્ટી પ્લોટ, સરદાર નગર કંડલા બાયપાસ પર મોરબી ખાતે સમસ્ત વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં વ્યાસ જ્ઞાતિના 12 યુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા, આ તકે સંતો મહંતો તથા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા,જ્યારે દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવર સ્વરૂપે કિંમતી ભેટ સોગાદો આપવામાં આવી હતી.મહાનુભવોએ સમાજના ઉત્કર્ષ અંગે મનનીય પ્રવચનો કર્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text