કુદરતની ક્રુરતા : ટંકારામાં મીઢોળબંધ વિપ્ર યુવાનનું અકાળે મોત           

- text


લગ્ન થાય તે પહેલાં જ એકના એક પુત્રને કુદરતે અકાળે છીનવી લેતા તેના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું

ટંકારા: ટંકારાના બ્રહ્મસમાજના પ્રતિષ્ઠિત અગ્રણી અને મુક સેવાભાવી યુવાન પુત્રનું અકાળે અવસાન થતા ટંકારના સમસ્ત બ્રહ્મસમાજ શોકમાં ડૂબી ગયો છે.આ બનાવમાં કુદરતની ક્રૂરતા એ છે આ યુવાનના આગામી સમયમાં લગ્ન લેવાના હતા અને યુવાન ચોરીના ચાર ફેરા ફરે તે પૂર્વે જ કુદરતે છીનવી લેતાં આ પરિવારમાં લગ્નની ખુશીની કરુણશોકમાં પલટાય ગઈ છે અને સમગ્ર પરિવાર તથા સગા સ્નેહીઓ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે.

- text

ટંકારાના સમસ્ત બ઼હ્મસમાજ સંસ્થાના મુક સેવક સમા કારોબારી સભ્ય સંજયભાઈ ચંદ્રશંકરભાઈ વ્યાસ ( મો.સા.રીપેરીંગ ગેરેજ વાળા) ના ઍક ના ઍક આશાસ્પદ પુત્ર ચી.સાગર વ્યાસ (ઉ.૨૫)નુ આજે સવારે હ્મદયરોગનો મેજર હુમલો આવતા ઑચિંતુ અવસાન થયેલ છે. સમાજનો નવયુવક અને સદા હસતો ચહેરો વિલાય ગયો છે.ઑચિંતા સમાજ, પરીવાર, મિત્રો,સગા સ્નેહીજનોને આંચકો આપી અનંત યાત્રાઍ વિહારી ગયેલ ચી.સાગરના આગામી તા.૨૦/૨૧ ના લગ્ન લેવાયા હતા.પરીવારમા લગ્નનો અવસર હોવાથી અપાર આનંદ ની ખુશી હતી.તે ટાંકણે જ બ઼હ્મસમાજના હસમુખા ચહેરાને કુદરતે ખુંચવી લેતા સમગ્ર બ઼હ્મસમાજ અને મૃતકનો પરીવારમા ભારે ગમગીની છવાયી છે.દુઃખદ બનાવથી બ઼હ્મસમાજના પ઼મુખ હષઁદભાઈ ત્રિવેદી ઉપરાંત,ટંકારાના પૂવઁ સરપંચ કાનાભાઈ ત્રિવેદી,મહેશભાઈ ત્રિવેદી,યોગેશ રાવલ સહિતના સમાજના અગ઼ણીઑ ચી.સાગરના પરીવારને સાંત્વના પાઠવવા અને સધિયારો આપવા દોડી ગયા છે.

- text