ટંકારાના લજાઈ ગામે લગ્નવિધિ પહેલા ભારતમાતાના સપૂતોને વિરાંજલી અપાઈ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે એક યુગલની લગ્નની વિધી પહેલા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામા વીર શહિદોને શ્રદ્ધાંજલી આપી બાદમાં લગ્નવિધી શરુ કરી હતી.લગ્નમાં આવેલા બન્ને પક્ષના લોકોએ શહીદ વીર જવાનોની શહાદતને નમન કરીને ભારે હૈયે શ્રધાંજલિ આપી હતી.

હાલ જયારે લગ્નની મૌસમ ચાલી રહી છે ત્યારે ટંકારાના લજાઈ ગામે લીલા તોરણે જાન પરણવા આવી હતી.આ લગ્નવિધિ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલોમાં આપણા શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મોરબી નજીક માધવ ફાર્મ ખાતે પટેલ પરીવાર લજાઈ ગામના અંબારમભાઈ ગણેશભાઈ કોટડીયાની દીકરી ચિ- જલ્પાના લગ્ન મોરબી નિવાસી દામજીભાઈ કેશવજીભાઈ ભાડજાના સુપુત્ર ચિ- ભાવિન સાથે યોજાઈ તે પહેલા ૪૪ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.લગ્નમાં આવેલા બન્ને પક્ષના તમામ લકોએ આ આંતકી હુમલાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી શહીદોની દેશભક્તિને સલામી આપીને ભારત સરકાર આંતકી હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.બાદમા લગ્નની વિધીની શરુઆત કરવામા આવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text