મોરબી પાલિકા અને પોલીસનું ગેરકાયદે દબાણો પર મેગા ડિમોલિશન

- text


શનાળા બાયપાસથી ગાંધીચોક સુધી ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા ખાણીપીણી સહિતના છાપરા હટાવ્યા : જોખમી હોડીગસોને પણ દૂર કરવાની કાર્યવાહી

મોરબી : મોરબી પાલિકા તંત્ર અને પોલીસે આજે સયુંકતપણે ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું અને શનાળા બાયપાસથી શહેરના ગાંધીચોક સુધીના લારી ગલ્લા તથા ખાણીપિણી સહિતના છાપરા પર બુલડોઝર ફેરવી દીધું હતું.તેમજ ગેરકાયદે ખડકાયેલા હોડીગ્સ અને બેનરોને પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી નગરપાલિકા તંત્ર અને પોલીસે આજે સવારથી જ ગેરકાયદે દબાણો પર તૂટી પડવા માટે સયુંકતપણે મેગા ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતનો પાલિકા સ્ટાફ તેમજ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા સહિત 100 વધુ પોલીસ સ્ટાફે આજે શનાળા બાયપાસથી લઈને છેક ગાંધીચોક સુધીના રોડ પર ડિમોલિશન કરીને ટ્રાફિકને અડચણરૂપ અનેક લારી ગલ્લાઓ તેમજ ખાણીપિણીના છાપરાઓ તોડી પાડ્યા હતા.જોકે શનાળા બાયપાસ પાસે અનેક મોટા ખાણીપીણીના છાપરા ટ્રાફિકને ભારે અડચણરૂપ હોવાથી આજે આ છાપરાઓ હટાવી દેવામાં આવ્યા હતા અને રોડની બન્ને બાજુએ રહેલા ટ્રાફિકને નડતર રૂપ આવા તમામ દબાણો દૂર કરાતા દબાણકારોમાં ફફળાટ મચી ગયો હતો.ચીફ ઓફિસરે આ ડીમોલિશનની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખીને શહેરના માર્ગોને દબાનમુક્ત કરવાનું જણાવ્યું હતું.જયારે અસ.પી.એ જણાવ્યું હતું કે શહેરના માર્ગો પર થયેલા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા આગામી સમયમાં પોલીસ તરફથી પાલિકા તંત્રને તમામ સહયોગ આપશે અને શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાની પોલીસની નેમ છે.ગેરકાયદે પાર્કિગ અને જાહેર માર્ગો પર થયેલા આવા દબાણો સામે આગામી સમયમાં અવિરતપણે કાર્યવાહી કરાશે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ એક નોટિસ પાઠવીને શહેરમાં ગેરકાયદે ખડકાયેલા જોખમી હોડીગ અને બેનેરોને દૂર કરવાની જેતે જાહેર ખબર એજન્સીઓને કડક સૂચના આપી હતી.પરંતુ ચાર દિવસની મુદત પૂરી થવા છતાં આ હોડીગ્સ અને બેનરો ન હટતાં આજે પાલિક તંત્રે ગેરકાયદે ખડકાયેલા હોડીગ્સ અને બેનરો સામે પણ ધોસ બોલાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text