40 ડિગ્રી તાપમાન વચ્ચે મોરબી જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 39.64 ટકા ‘ટાઢક’ આપતું મતદાન

- text


મોરબી વિધાન સભામાં 35.63 ટકા, વાંકાનેર વિધાનસભામાં 40.34 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 43.36 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો છે. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ EVM મશીનોમાં ખામી સર્જાઈ હતી જેને તુરંત જ બદલી નાખવામાં આવ્યા હતા.

જ્યારે મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારીનાં આંકડા જોઈએ તો મોરબી વિધાન સભામાં 35.63 ટકા, વાંકાનેર વિધાનસભામાં 40.34 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 43.36 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણેય બેઠકનું થઈને મોરબી જિલ્લાનું સરેરાશ મતદાન બપોરે 1 વાગ્યા સુધીમાં 39.64 ટકા જેટલું મતદાન થાય છે.

- text

- text