Morbi: શતાયુએ લોકશાહીને કહ્યું, ‘આયુષ્યમાન ભવ’: નેસડા (સુ.)માં 105 વર્ષના મણીબેને આપ્યો મત

- text


Morbi: મોરબી જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર મતદારો મતદાન કરી તેમણે વિચારેલા દેશના ભવિષ્યને મજબૂત કરી રહ્યા છે. મતદાનનાં આ દિવસે શતાયુ વટાવી ચૂકેલા વૃદ્ધો પણ મતદાન મથકે આવી તેમની ફરજ નિભાવે છે અને સૌને મતદાન કરવાની હાકલ કરે છે.

ટંકારાના નેસડા (સુ.) ગામના મણીબેન પરસોત્તમભાઈ રાજકોટિયાએ 105 વર્ષની ઉંમરે મતદાન કરી મતદાન લોકશાહીનો પાયો છે તેઓ શુભ સંદેશો આપ્યો હતો.

- text

ટંકારાના બંગાવડી ગામના જળીબેન ત્રિભુવનભાઈ મેંદપરાએ 99 વર્ષની વયે મતદાન કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તો મોરબીના ધરમપુર ગામના ઉજીબેન મેરૂભાઈ સુરેલાએ 100 વર્ષની વયે મતદાન કરવા યુવાનોને પણ શરમાવે તેવો ઉત્સાહ બતાવ્યો હતો.

- text