Morbi: યુવાનો દોડો, રહી ના જતા! નોબલ કિડ્સ સ્કૂલમાં 91વર્ષના હેમીબેને કર્યું મતદાન

- text


Morbi: મોરબી જિલ્લામાં સવારથી જ મતદારો લોકશાહીના આ પર્વને રંગે ચંગે ઉજવી રહ્યા છે અને પોતાનો કિમતી મત આપવા મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે ત્યારે મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડ પાછળ આવેલી નોબલ કિડ્સ સ્કૂલ ખાતે 91 વર્ષના હેમીબેન છનાભાઈ બદ્રકીયાએ મતદાન કર્યું હતું.

હેમીબેન બદ્રકિયાએ 91 વર્ષની ઉંમરે પણ ભારે ઉત્સાહ અને હિંમત દાખવીને મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ પ્રેરણા મળે તેવું કામ કર્યું હતું. સમગ્ર રાજ્યમાં આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

- text

- text