મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકની ઉજવણી

- text


ઈનડોર અને આઉટડોર સહીતની રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ૧૧૦ ઈનામો એનાયત કરાયા

મોરબી : વિવિધ વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકીત ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સ્પોર્ટ્સ વિકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં આયોજિત વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ૧૧૦ જેટલા ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ માટે ચેસ, કેરમ, નેઈલ આર્ટ, મહેંદી, એડ મેડ શો, વન મીનીટ, લેમન સ્પુન, ૧૦૦ મી. રેસ, ૨૦૦ મી. રેસ, ૪૦૦મી. રેસ, બોલ આઉટ, શોટ પુટ, ક્રીકેટ, પેઈન્ટીંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, લોન્ગ જમ્પ, સલાડ ડેકોરેશન, બ્રાઈડ પ્રિપરેશન, સ્લો બાઈક, રંગોલી સહીત ની ઈનડોર આઉટડોર ગેઈમ યોજવામા આવી હતી. જેમા બીકોમ, બીબીએ. બીસીએ, બીએ, પીજીડીસીએ, બીએડ, એલએલબી સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમા દરેક રમતના વિજેતા વિદ્યાર્થીઓને કુલ ૧૧૦ જેટલા ઈનામો એનાયત કરવા મા આવ્યા હતા.

- text

આ તકે મોરબી નગરપાલીકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા, સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ઉદયભાઈ પટેલ, સંસ્થાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવને સફળ બનાવવા સંસ્થાના જયેશભાઈ મહેતા, હીમાંશુભાઈ શેઠ, ભરતભાઈ વલોણ, વિમલભાઈ વરસાણી, હાર્દીક ભાઈ ઉદાણી, શિવમભાઈ જાની, ભગીરથસિંહ ઝાલા, નિર્મિત ભાઈ કક્કડ, અમિતભાઈ વેગડ, ભાવેશ ભાઈ સારેસા, સુમીત ભાઈ કટેશિયા, દીવ્યરાજસિંહ ઝાલા, અમિત ભાઈ ભટ્ટ, પ્રહલાદ ભાઈ પરમાર, આશિષ ભાઈ શિરવી, વિશાલ ભાઈ ગોસ્વામી, વિજય ભાઈ કાથડ, મિતલ બેન મેનપરા, પાયલ બેન રાઠોડ, પ્રિયાબેન દફતરી, ચાંદનીબેન રાઠોડ, મિતલ બેન બગથરીયા, ચાંદનીબેન પારેખ, પ્રિયા બેન ચૌહાણ, કીન્નરી બેન મિશ્રા, રાધીકા બેન વૈષ્ણવ, રાધીકા બેન બરાસર, નિતીબેન દવે, શોભનાબેન સિંધવ, ધર્મિષ્ઠા બેન દસાડીયા, અલ્પાબેન જોગેલા, પુષ્પાબેન ઓડેદરા સહીતના સ્ટાફ મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text